“મારું ઓપરેશન”
ના જોઈ શકું લોહી કદી હું, ના જોઈ શકું સોય કદી હું
અને મગજ પર બહુ ટેન્શન છે, હા, કારણ કે આજે મારું ઓપરેશન છે.
ચેહરા પર એગ્રેશન અને મન માં ફ્શ્ટ્રેશન છે, કેમ કે હા આજે મારું ઓપરેશન છે.
હવે.. પહોચી ચુક્યો હતો મારા મુકામ પર... ડરી રહ્યો હતો આના અંજામ પર...
અને વિચારતો હતો.... કે..થાય છે મારી સાથે જ આવું શું કામ પણ...
અરે યાર મારા પર બહુ મોટું ટેન્શન છે.. કેમ કે હા આજે મારું ઓપરેશન છે.
હવે સુતો હતો જયારે ઓપરેશન બેડ પર.. માપી રહ્યા હતા મારી ધક ધક એના રેટ પર....
અને મારું મન કહી રહ્યું હતું.... રિલેક્ષ.... જસ્ટ ચીલ બ્રો...તું ખાલી રેસ્ટ કર
મારા માટે આ એક અઘરું લેશન છે. કેમ કે હા, આજે મારું ઓપરેશન છે.
હવે ત્યાં અંદર હતો એક ગેહરો સન્નાટો, અંદર જ અંદર હું હતો ખુબ જ મુંજાતો.
ખબર ના હતી શું થવાનું છે હવે... બહુજ ગહેરી કશ્મકશ હતી સાહેબ આ તો..
એટલા માં ડોક્ટર આવ્યા, કહ્યું મુંજાઈશ નહિ મને ખબર છે ,તારા માં બહુ હિંમત છે.
ત્યારે મન ભરાઈ આવ્યું.. અને લાગ્યું કે આ ડોક્ટર ને એના દર્દીઓ ની સાચી કિંમત છે.
ઓપેરેશન ની એ પળો, ગપ્પા મારતા મારતા વિતાવી.
શુક્ષ્મ થઇ ગયેલા હૃદયની લાગણીઓ એ બધા એ જીતાવી.
ફાઈનલી થયું ઓપરેશન ખતમ... ભરાઈ ગયા હતા બધા જ જખમ...
અને પછી..દિલ ને મેં અંદર પૂછ્યું કે, તારા પર કંઈ પ્રેશર છે ?
દિલ એ હસી ને જવાબ આપ્યો........ મને તો લાગતું જ નહોતું કે આજે તારું ઓપરેશન છે..